હા, મને મન થાય છે,,
એ નાનપણની દુનિયામાં, મારા ગામડાની દુનિયામાં જવા,
હા, મને મન થાય છે.
એ વાતાવરણમાં, ઘરની યાદોં પંપાળવા,
હા, મને મન થાય છે..
પપ્પાના પ્યારથી, મમ્માના લાડથી
વીતેલા એ સમયમાં જીવવા, હા, મને મન થાય છે.
ભાઈ સાથેની મસ્તી માં, પ્યાર ભરેલા ઝગડામાં જીવવા,
હા, મને મન થાય છે..
અજાણ્યા રસ્તે ભલે ચાલ્યા, પાછા ફરવાનું મન,
હા, મને મન થાય છે...
અજાણ્યા રસ્તે જયારે ડર લાગે ત્યારે,
તારી હાથ પકડી રસ્તો પાર કરાવવાની
આદત મમ્મા, મને મન થાય છે..
કરતા હતા રસ્તો પાર ત્યારે મારી
ચિંતામાં ફરતી તારી આંખો જોવાનું,
હા, મને મન થાય છે...
તારી કરેલી દિવસ-રાતની પૂજા સાંભળવાનું,
હા, મને મન થાય છે...
મારા આવવાની રાહ જોઈ રહેલી
તારી આંખો જોવાનું, હા, મને મન થાય છે...
વગર માંગ્યે આપી દેવાનું અને
કહ્યું ગમે તેમ કરી આપવાની ઘેલછા જોવાનું ,
હા, મને મન થાય છે...
અટવાઈ છું જ્યાંથી, ત્યાંથી પાછા ફરવાનું,
હા, મને મન થાય છે...
બાકી રહેલા થોડા સમયની
યાદગાર પળો માણવાનું,
હા, મને મન થાય છે....
©shivanivar
S