A

ઝાડવાંની વાત

વહેતા આ વાયરાને રસ્તા માં રોકીને
ઝાડવાં એ કાનમાં કંઇક કહયું
વાયરાએ વાત કીધી પહાડને
એક ઝરણું ખળખળ વહેતું થયું
ઉછળતું કૂદતું પછી ઝરણું ચાલ્યુંને
સંગ ચાલી આખી વનરાઈ
ઝૂમવા લાગ્યા આમતેમ ફૂલડાંને
સઘળી લત્તાઓ લેહરાઈ
કંઈ કશું એ બાકી રહયુંના
વન આખ્ખે આખ્ખું મોહાર્યું
વહેતા આં વાયરાને.....
થઈને ઉતાવળું ઝરણું ભાગ્યુને
. નદીને જઈ મળ્યું
સાગરે સમાઈ એ તો આભે ઉડ્યુને
ટીપે ટીપે વરસી ઝાડવાંને મળ્યું
ઝાડવાંની વાત સાંભળી ઝરણાં એ
કેટલું અંતર વોહર્યું
વહેતા આ વાયરાને રસ્તામાં રોકીને
ઝાડવાં એ કાનમાં કંઇક કહયું
વાયરા એ વાત કીધી પહાડને
એક ઝરણું ખળખળ વહેતું થયું
રિયાઝ લાંગડા(મહુવા).
©altaflangd