A

જીવવા ચાલ્યો...

જીવવા ચાલ્યો…

આ સુગંધ ભર્યા સમયને સજાવવા ચાલ્યો,
અધૂરો હતો જે હું તે પૂરો થવા ચાલ્યો.
ક્યાં કઈ ખૂટે છે? એ બધું ભરવા ચાલ્યો,
અધવચ ઊભોં આ દરિયાને તરવા ચાલ્યો.

સમજવા જેવું શું હતું? જે ન સમજાય,
અધૂરપ જે છે તેને પૂર્ણ કરવા ચાલ્યો.
આ બધું થોડું મળી જવાનું છે આપમેળે કઈ!
જે નથી તે જુસ્સાથી મેળવવા ચાલ્યો.

ના ઉતાવળ કરું કે ના હું શાંત બેશું,
જે હજી નથી મેળવ્યું તે મેળવવા ચાલ્યો.
ચૂપચાપ છું પણ મુંગો નથી,
મસ્તીના સાગરને મસ્ત બની જીવવા ચાલ્યો.

ખોવાયેલા એ મારા મસ્ત જીવનને,
ફરી આનંદથી “અજય” જીવવા ચાલ્યો.