K

કેમ

કેમ આંસુ છલકાઈ આવ્યું તારી મૃત્યુની ખબર સાંભળતા જ?
સ્વાભાવિક વાત છે ને છલકાઈ જ આવે...
કેમ આ લોકોને હવે રડું આવે છે તારું શબ જોઇને જેઓને યુદ્ધ કરાવવું હતું?
કેમ તારા શરીર ઉપર ફૂલો પધરાવતી વખતે આખું જગત શાંત થઈ જાય છે?
કેમ તને સલામી આપતી વખતે આ હાથ આંસુ લૂછવા મજબૂર થઇ જાય છે ?
કેમ શાંત પડી જાય છે આખું જગત જ્યારે અંતિમ વિદાય અપાતી હોય છે તને?
કેમ તું મારા સ્વપ્નમાં નથી આવતો તું આવીને શાંત કરાય ત્યારે જ હું મારું રડવાનું બંધ કરીશ...
કેમ હવે મને સમજાયું કે તું નજરો એવી મિલાવીને ગયો હતો કે પાછું ન આવવાનો ઈશારો કરીને ગયો હતો?
કેમ ખોયો મેં તને જો દેશ માટે ખોવાવું જ જરૂરી હતું તો ઇ તિરંગા નું કફન મને કેમ ન મળ્યું?
કેમ રૂંવાડા ઉભા થઈ જાય છે તારી મૃત્યુની વીરગાથાઓ સાંભળતા જ...
'કેમ' તો માત્ર પ્રશ્ન પૂછવા માટે એક શબ્દ છે આ બધું તો સ્વાભાવિક છે થઈ જાય છે...
©kvidit