P

માં ચામુંડા ભક્તિ

હે સોનાની થાળી માં હું આરતી ઉતારૂં રે ,
હે આરતી ઉતારતા માં હું ગુણલા ગાતો રે ,
હે તાણા ગામે માં તે પૂર્યા પરચા અપાર રે ,
હે માં ચામુંડા તું છે તાણા ગામની સરકાર રે ,
હે માં આરતી ઉતારતા હૈયે રૂડો આનંદ રે ,
હે માડી તારી આરતીમાં રૂડો છે પરમાનંદ રે ,
હે 14 માં રૂપે તેતો હર્યા દુઃખ છે અપાર રે ,
હે ચામુંડા છે નામ ભજતાં થાય બેડાં પાર રે ,
હે માં આરતી ના દિવડા ના અજવાળાં રૂડા રે ,
હે આરતી ના અજવાળે ઉજળા છે અવતાર રે ,
હે ચામુંડા ચામુંડા ભજતાં મારુ મનડું હરખાય રે ,
હે ચામુંડા ના મંત્ર ભજતાં હરખાય મારુ દલડું રે ,
હે માં આરતી ના સમયે આવતા ભક્તો અપાર રે ,
હે મહિમા છે આરતી નો ગવાતો ત્રણેય લોકમાં રે ,
હે રહું છું હવે હું તો માડી તારી સેવામાં દિન રાત રે ,
હે તારી રે શરણ સિવાય દુનિયામાં ના કોઈ મારુ રે ,
હે માં આરતીમાં આવે એને મળતા રૂડા આશિષ રે ,
હે માંની ભક્તિ વગર ઘડિયે ના ગમે આ જીવને રે ,
હે માતાના મહિમાની કહું છું તમને આજે વાત રે ,
હે આવજો તમે તાણા ગામ માં કરશે બેડો પાર રે .
©P Shubh