સબબ જગ મનથી જીવતું,
સ્વાર્થ પૂરવા શ્વાસ ભરતું;
કોઇ જો મળે જીવંતહદયી,
દોડી 'મસ્ત' બાથ ભર તું.
સક્ષમ બનીજા સૌ વેઠવાને,
આશિષનો ભંડાર બન તું;
કોઈ ન આવે તારી મદદે,
તોય અન્યને હાથ કર તું.
સખત બન જે જમીન ચીરે,
સૌથી નરમ તે તૃણ બન તું;
મૃત્યુ છે હકીકત જીવંતની,
'કલામ' જેવું ઋણ બન તું.
અંતે શીશ-બે હાથ ફેલાવી,
અંતને જ છે સ્વીકારવાનો;
તો પછી શાની દોડાદોડી?
કરુણ સતત કરુણ બન તું.
કોઇ જો મળે જીવંતહદયી,
દોડી 'મસ્ત' બાથ ભર તું.
A