ન તેરા ખુદા કોઈ ઔર હૈ, ના મેરા ખુદા કોઈ ઔર હૈ !
યે જો રાસ્તે હૈ જૂદા જૂદા, યે મામલા કોઈ ઔર હૈ !!
મિત્રો વિવિધતામા એકતા એ આપણા ભારતીય હોવાની પહેચાન છે, અને આ જ પહેચાન છે જેને સમગ્ર વિશ્વમાં ભારતની એક આગવી છાપ છોડી છે. છેલ્લા ઘણા સમયથી ાાઆપણી કોમી એકતા, અખંડિતતા અને માનવતાને કોઈની નજર લાગી ગઈ છે. મને ઘણી વાર વીચાર આવે છે કે આપણે ભાવિ પેઢી ને વારસા માં શું આપીશું ? દ્વેષ, નફરત, અદાવતો આ બધું આપવા માટે આપણી ભાવિ પેઢી તૈયાર કરી રહ્યા છીએ. દોસ્તો કોઇ પણ સંજગોમાં એક માણસ બીજા માણસ માં માત્ર માણસ ને જોવે, ન એના ધર્મ ને જોવે, ન એની જાતિ ને જોવે એવો સમય આપડે લાવવાનો છે. આપણે દરેક વ્યક્તિ માં ધર્મ ને શા માટે શોધિયે છીએ ? એની જાતિ ને શા માટે તલાસિયે છીએ ?
ઘરોપે નામ થે, નામ કે સાથ ઓહદે થે !
બહુત તલાશ કી મગર કોઈ ઇન્સાન ન મિલા...!!
. આપણે આપણા ધર્મ નું લેબલ આપણા કપાળ ઉપર ચોંટાડી દીધું છે અને આપણે એ લેબલ જોઈને વ્યવહાર કરીએ છીએ. જે બીલકુલ યોગ્ય નથી. આપણી ભારતીય સંસ્કૃતિ આપણને એવું શીખવાડતી નથી. અમુક મુઠ્ઠી ભર તત્વો યે મોહબત નો પેગામ ફેલાવવા ના બદલે નફરત નો પૅગામ ફેલાવ્યો છે. એ કાર્ય આપણે આજથી અટકાવ વાનું છે.
આંધી યે નફરત કી જલતી રહે,
હમ ચરાગે વફા જલાયેંગે...
. ગમે તેવી નફરત ની આંધી આવે પરંતુ આપણે પ્રેમ નો દીવો પ્રગટાવવા નો છે. એ આપણું કામ છે. એ જ આપણી સાચી ભારતીય સંસ્કૃતિ છે. ભારતવર્ષ માટે આ જ કાર્ય આપણે કરવાનુ છે, અને મને ખુશી એ વાત ની છે કે " મારો દેશ આજે ધીમે ધીમે બદલાઈ રહ્યો છે." મિત્રો આપણે તાજેતર માં એક મહામારી થી બહાર નીકળી ને આગળ વધી રહ્યા છીએ. આ મહામારી ના સમય માં પણ મંદિર ના આંગણ માં મુસ્લિમ ભાઈ બહેન નો માટે રોજો ખોલવામાં આવી હતી, કેટલી સુંદર બાબત કહી શકાય જેને. મસ્જિદમાં હિંદુ ભાઈ બહેન નો ને અનાજ વિતરણ કરવામાં આવ્યું, ગુરુદ્વારા અને ગિરીજાઘરો માં લોકો માટે ઇફતારની સગવડો ઊભી કરવામાં આવી. દોસ્તો આપણે સૌ એવું ઇચ્છીએ છીએ કે આપણા ઘરમાં, આપણી આસપાસ, આપણું મિત્ર મંડળ, આપણા વર્તુળ ના લોકો, આપણી નજીક ના લોકો માં કોઇ આપણી કોમી એકતા ને ભેજ ના લગાવે, આપણી અખંડિતતા ને નાશ ન કરે એ જોવાની જવાબદારી હવે આપડી છે. આપણા દરેક સમાજ માં અસામાજિક તત્વો હોવાના. આપણા ગામડાઓમાં તો કહેવત પણ છે કે, ગામ હોય ત્યાં ઉકરડો હોયજ... અને આ ઉકરડો હોવો પણ જોઈએ. જો આ ઉકરડો ન હોય તો આપણે આપણો કચરો ઠાલવવા ક્યાં જઈએ. એટલે દરેક સમાજ માં આવા તત્વો હોય જ છે જે જેર ફેલાવવાનું કામ કરે છે, પરંતુ આપણે આવા લોકો ની વાત માં આવી જવાનું નથી. આપડે માનવતા ના પેગમ્ ને વિશ્વ સુધી પહોંચાડવાનું કાર્ય કરવાનુ છે અને મને એવું લાગે છે કે આ કાર્ય આજના આ આધુનિક સમયમાં ખૂબ જ જરૂરી છે. હું ચાહું છુ કે આ કાર્ય ની શરૂઆત આપણા આજ થી જ સાથે મળીને સારી રીતે અને ગંભરતાથી કરી દેવું જોઇએ. એક શાયર એવું કહે છે કે,
સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહિ,
મેરી કોશિશ હૈ કિ યે સૂરત બદલની ચાહીયે ;
તેરે સીનેમે નહિ તો મેરે સિનેમે,
હો કહી ભી આગ, મગર આગ જલની ચાહીયે !!
અસ્તુ....🙏
©yashkarad
Y