લાગણીઓને સાવચેતીથી સળગાવી હશે,
છાતીએ પથ્થર મૂકી દીકરીને વળાવી હશે.
શૈશવમાં ખબર જ નહોતી એની વ્યાખ્યા,
મુસીબતોને સિફતથી માએ સંતાડી હશે.
પરદેશમાં ને પત્નીનું શબ વતનના ઘરમાં,
સંગ્રહેલી યાદોને જ ગળે વળગાડી હશે.
આંસુથી ભીંજાતા કાગળો ને ધ્રૂજતાં હાથ,
ખૂબ દર્દથી યાદોને ગઝલમાં મઠારી હશે.
ભીતર આંસુ ને અન્યોના ચેહરા પર ખુશી,
કલાકારે કેવી અદાથી મેદની હસાવી હશે !
સફેદ વસ્ત્રો ને માત્ર એક જ છતનું રજવાડું !
શહીદને શી રીતે માએ આપી સલામી હશે?
ડૂબી રહેલા દીકરાએ કિનારે પરિવારને જોઈને,
આંખમાં પાણી સાથે અંતિમ આંખો ઢાળી હશે.
'સાગર' બળીને રાખ થઈ ગયા એના સપનાઓ,
નાનીવયે જેણે બાપની લાશને દફનાવી હશે !
〰️ Mr. Yashraj
©yashkarad
Y