ખળખળ રેવાની જેમ વહેતી યાદોને તારી, કેને મને ન ભીંજાવે
દરિયો આંખ્યુનો છલકાઈ ગયો છે, તો પણ ટીપેથી સતાવે?
ઊંઘમાં તો તારા જ શમણાં ભર્યા છે, ખુલ્લી આંખે પણ બતાવે
પૂનમનાં ચાંદાને આખો જોયો છે, તારી યાદોને રોજ ઈદ આવે?
ખળખળ રેવાની જેમ વહેતી યાદોને તારી, કેને મને ન ભીંજાવે
સંભારણાના ડુંગરા કર્યા મેં, શિખર બની ને એ સજાવે
પલકાર કરવાને આંખો ખોલી ત્યાં તો, સામે નજર તું જ આવે
ખળખળ રેવાની જેમ વહેતી યાદોને તારી, કેને મને ન ભીંજાવે
સ્પર્શીને તારા બદન પરથી આવતો, વાયરો સોડમ જે લાવે
તારા એ પદરવ ને શ્વાસોનો ઝણકાર, હૈયાને મારાં નચાવે
ખળખળ રેવાની જેમ વહેતી યાદોને તારી, કેને મને ન ભીંજાવે
ચાહવા છતા ભુલવાને તને હું, ધડકન ને એકલા ન ફાવે
સોચુ વિસરવાને ક્ષણ પણ તને હું, અટકી હૈયું મને હંફાવે
ખળખળ રેવાની જેમ વહેતી યાદોને તારી, કેને મને ન ભીંજાવે
ખોલું હું મોઢાને ખાવાને કોળિયો, બટકું તારું યાદ આવે
બોલવાને કાજ જયારે જીભ ઉપાડું, ને શબ્દો તારા લલચાવે
ખળખળ રેવાની જેમ વહેતી યાદોને તારી, કેને મને ન ભીંજાવે
માન્યું કે યાદોની ઉંમર થશે ને, ઘડપણ આવીને મરી જાશે
'હરિ'ની એ યાદોની ડાળી ને મૂળિયાં, રોજે કૂંપળ નવી ઉગાવે

©hari
H