A

તમને ડર લાગ્યો તો?

જ્યારે ડૉક્ટર‌એ આયી‌ ને કીધું કે" શુભેચ્છાઓ, લક્ષ્મી આવી છે" ,
ત્યારે તમને ડર લાગ્યો તો?
મારુ માથુ જ્યારે તાવ મા તપતું તું,
ત્યારે તમને ડર લાગ્યો તો?
મારી exam નું જ્યારે result હતું,
ત્યારે તમને ડર લાગ્યો તો?
મેં આઇ‌ ને કીધું કે પપ્પા નોકરી મલી‌ ગયી,
ત્યારેતમને ડર લાગ્યો તો?
office થી આવતા મોડું ‌થયુ તું
ત્યારેતમને ડર લાગ્યો તો?
જ્યારે મને કોઈ જોવા આવ્યા તા,
એકમેક ના‌ મન મળ્યા ને નવા સંબંધ જોડાયા
ત્યારેતમને ડર લાગ્યો તો?
જ્યારે મને પીઠી ચોળાતી તી,
લગ્ન ગીત ગવાતા તા,
અને જ્યારે ગોરબાપા એ કીધું કે " કન્યા પધરાવો, સાવધાન" ,
ત્યારેતમને ડર લાગ્યો તો?
વીર મારો જવતલ હોમતો‌ તો,
ભરથાર માંગ મા‌ સિંદુર પુરતો તો,
ગળામાં ‌મારા મંગલસૂત્ર ‌હતુ,
મંગળફેરા ફરાતા તા
અને જ્યારે મને ડોલી મા‌ બેઠેલી જોઈ
ત્યારે તો તમને ડર લાગ્યો જ હશે.
"મને ‌ખોવાનો"
કયો ને પપ્પા લાગ્યો તો ને?
©archu__200