8

કોલેજની પ્રેમકથા મારો કોલેજમાં પહેલો દિવસ હતો.મે આ કોલેજમા અેડમીશન માટે ખુબજ…

કોલેજની પ્રેમકથા
મારો કોલેજમાં પહેલો દિવસ હતો.મે આ કોલેજમા અેડમીશન માટે ખુબજ મહેનત કરી હતી આ કોલેજ ખુબજ સુંદર હતી તેના બગીચા સરસ હતા.આ કોલેજ મા અેડમીશન લઈ ને ખુશ હતો.ત્યા મારા મિત્રે રાજેશે પણ અેડમીશન લીધુ હતુ.અમે બન્ને મલ્યા અને જુની યાદો તાજી કરી.અમે બન્ને ક્લાશમા ગયા કોલેજમાં ઘણા દિવસો પસાર થઈ ગયા કોલેજમાં અને ક્લાસમાં સારા એવા મિત્રો બની ગયા હતા.
એક દિવસ શનિવારનો દિવસ હતો અમે બધા મિત્રો ક્રિકેટના ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવા ગયા હું પાછળ કીપર તરીકે ફિલ્ડીંગ કરતો હતો બોલ બોલ નાખ્યો એ બોલ મારા હાથને અડીને આગળ ગયો એ બોલ ત્રણ ઈંચ ઊંચા અને બ્લેક કલર ના ચંપલ ને અથડાઈને રોકાઈ ગયો હું એ બોલ લઈને ઉંચો થયો ત્યાં જોવું તો રૂપાળા અને કોમળ ગાળ કાજલ વાળી આંખો લાંબા વાળ લાલ હોઠ કાલા કલર ની પંજાબી પહેરીને મારી સામે જાણે સ્વર્ગમાંથી અપ્સરા આવી હોય એવી એક છોકરી ઊભી હતી એ મને જોઈને મરક હસીને ચાલી ગઈ હું એના રૂપથી અને મરક હસવા નથી ઘાયલ થઈ ગયો હતો મેં મારા જૂના મિત્રો ને પૂછીને એની બધી માહિતી મેળવી મારા જૂના મિત્રો દ્વારા એ છોકરી જોડે મુલાકાત થઇ અમે બંને મળ્યા અને એકબીજાને સારી રીતે ઓળખતા થયા અને સારા એવા મિત્ર બની ગયા પણ હું એને ખૂબ જ પ્રેમ કરતો હતો એ આ વાત જાણતી ન હતી સમય પસાર થતો ગયો મારાથી રહેવાતું નહોતું એક દિવસ મેં આ વાતનો ખુલાસો કરવાનો અને પ્રેમનો એકરાર કરવાનો વિચાર કર્યો મેં એને મેસેજ કરીને કહ્યું મારે તને હાલ મળવું છે અને તને એક વાત કરવી છે હું તારી બગીચામાં રાહ જોઉં છું એને પણ કહ્યું સારું હું તૈયાર થઈને આવું છું હું બગીચામાં રાહ જોતો હતો એક કલાક જેવું પસાર થઈ ગયું હતું તોપણ એ આવી ન હતી હું એની રાહ જોતો હતો ત્યાં તો એક મેસેજ આવ્યો મેસેજમાં લખ્યું હતું." મારે ઈમરજન્સીમાં ઘરે જવું પડે એમ છે હું કાલે તને મળું છું" પાછો મેં એને કોલ કરવાનો પ્રયત્ન કર્યો પણ એને કોલ ઉપાડ્યો નહોતો હું ઉદાસ થઈ ગયો હતો અને મન માં મૂંઝાયો પણ એ વાતથી હું ખુશ હતો આજે નહીં તો કાલે પણ પ્રેમનો એકરાર તો કરીશ જ ને પણ એ નસીબમાં ન હતું. જાણે એનો છેલ્લો મેસેજ હતો.
એ દિવસથી એ એ કોલેજમાં દેખાઈ ન હતી એને કોલ પણ મેં ઘણા કર્યા હતા પણ ફોન બંધ આવતો હતો મેં એની બહેનપણીઓને પૂછ્યું પણ તે લોકો પણ જાણતા ન હતા કે ક્યાં છે અને એ લોકો એ પણ કહ્યું કે એનો કોલ નથી લાગતો. મેં એમ વિચાર્યું એના જ ઘરે જઈને તપાસ કરું હું એના ઘરે ગયો તો એના ઘરના દરવાજા આગળ લોક મારેલો હતો મેં આજુબાજુવાળા ઓ ને પૂછ્યું પણ એમને ખબર નહોતી એ અચાનક નીકળી ગયા હતા એ ક્યાં ગયા છે એ કહીને નથી ગયા એવું એ લોકોએ કહ્યું ઉદાસ થઈને ત્યાંથી નીકળી ગયો અને ઘરે આવ્યો મેં પણ એ દિવસથી કોલેજ બંધ કરી દીધી હતી આ વાતની છ મહિના થઈ ગયા હતા પણ એ વાતની ખબર નથી કે એ ક્યાં છે કેમ અચાનક કોલેજ થી નીકળી ગઈ કેમ કોઈને કીધા વગર નીકળી ગઈ એ વાત થી.હું ચિંતિત હતો હું એ વાતને આજ સુધી જાણી શક્યું નથી ન જાણે કેમ એને અચાનક આવું કર્યું એની રાહ જોઈને હું હાલ સુધી બેઠો છું...🌹💗

©8980209538