S

પણ નથી!

જગ માં આવતાં માનવી હસ્યો પણ નથી,
કબર થી અલગ કોઈ રસ્તો બચ્યો પણ નથી!
એ માગે ને હું આપું તો કિંમત ના રહે,
એટલે ગઝલ લખી ને હવે રડ્યો પણ નથી!
ભીતર માં શોધુ તો મળી શકે કદાચ,
બહાર કયાંયે ખુશી દાબડો જડ્યો પણ નથી!
અમારી ચુપકીદીને હજી નહીં સમજી શકે,
લાગણી વર્ણવા કોઈ શબ્દ મળ્યો પણ નથી!
જરાં પણ ઓછી ના આંકશો અમારી નાદાનીને,
સંસારમાં બીજો કોઈ ગ્રહ નડ્યો પણ નથી!
સારથિ
©saarthi